NCP Leader Baba Siddiqui ની હત્યા કેસમાં વધુ બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી

Share:

Mumbai,તા.૭

એનસીપી નેતા બાબા સિદ્દીકીની હત્યા કેસમાં વધુ બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે જણાવ્યું કે બંને આરોપીઓની મહારાષ્ટ્રના પુણેથી ધરપકડ કરવામાં આવી છે. આ સાથે બાબા સિદ્દીકી હત્યા કેસમાં ધરપકડ કરાયેલા આરોપીઓની સંખ્યા વધીને ૧૮ થઈ ગઈ છે. આ પહેલા બુધવારે પણ બાબા સિદ્દીકી હત્યા કેસમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.

એનસીપી નેતા બાબા સિદ્દીકીની ૧૨ ઓક્ટોબરે તેમના પુત્ર જીશાન સિદ્દીકીની ઓફિસ બહાર ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ એનસીપી નેતાની હત્યામાં સામેલ હોવાનું કહેવાય છે. પોલીસ આ કેસની તપાસ કરી રહી છે. બાબા સિદ્દીકી મર્ડર કેસમાં પોલીસ બોલિવૂડ એક્ટર સલમાન ખાન સાથેની નિકટતાના એંગલથી તપાસ કરી રહી છે. આ ઉપરાંત સ્લમ રિહેબિલિટેશન ઓથોરિટી પણ પ્રોજેક્ટના એંગલથી આ હત્યાની તપાસ કરી રહી છે.

વાસ્તવમાં બાબા સિદ્દીકી અને તેમના પુત્ર જીશાન સિદ્દીકી બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં બે સ્લમ રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ્‌સ, સંત જ્ઞાનેશ્વર નગર અને ભારત નગરનો વિરોધ કરી રહ્યા હતા.એસઆરએ પ્રોજેક્ટ હેઠળ, બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં વિશાળ રહેણાંક ઇમારતો અને ફાઇવ સ્ટાર હોટલવાળા ચાર હજાર પરિવારોને બદલવાનો પ્રસ્તાવ છે. આ પરિવારોને વૈકલ્પિક વ્યવસ્થા તરીકે મકાનો આપવાના છે. આ પ્રોજેક્ટના વિરોધમાં અધિકારીઓના કામમાં દખલ કરવા બદલ ઝીશાન સિદ્દીકી વિરુદ્ધ હ્લૈંઇ પણ નોંધવામાં આવી હતી. આ મામલે સિદ્દીકી પરિવારને ધમકીઓ પણ મળી હતી. પોલીસને શંકા છે કે આ વિવાદ પણ બાબા સિદ્દીકીની હત્યાનું કારણ હોઈ શકે છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે ઓથોરિટીના અધિકારીઓ પાસેથી સ્લમ રિહેબિલિટેશન ઓથોરિટી પ્રોજેક્ટ સંબંધિત દસ્તાવેજો પણ મંગાવ્યા છે.

ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ સલમાન ખાનને મારી નાખવાની ધમકી આપી છે. આ મામલામાં સલમાન ખાનના ઘરે પણ ફાયરિંગ થયું છે. બાબા સિદ્દીકીને સલમાન ખાનની નજીક માનવામાં આવતા હતા અને સલમાન ખાન ઘણીવાર બાબા સિદ્દીકીની ઈદ પાર્ટીઓમાં જોવા મળતો હતો. સલમાન ખાનને સતત જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. આવી સ્થિતિમાં પોલીસ આ દિશામાં પણ તપાસમાં વ્યસ્ત છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *