New Delhi તા.13
રાષ્ટ્રીય શૈક્ષિક અનુસંધાન અને પ્રશિક્ષણ પરિષદ (એનસીઈઆરટી) એ નવા સત્રમાં આવનારી પાઠય પુસ્તકનું શેડયુલ જાહેર કર્યું છે. હજુ સુધી બાલવાટિકાની સાથે સાથે કલાસ 1-2-3 અને 6 ના નવા પાઠય પુસ્તક ગત સત્રમાં જ આવી ચુકયા છે અને 2025-26 માં ચાર વધુ ધોરણના નવા પાઠય પુસ્તકો તૈયાર કરાયા છે.
એનસીઈઆરટીના ડાયરેકટર પ્રોફેસર દિનેશ પ્રસાદ સકલાનીએ જણાવ્યું હતું કે સ્કુલી શિક્ષણ માટે નેશનલ કરીકુલમ ફ્રેમ વર્કનાં આધારે તૈયાર ધો.4 અને 7 ના પાઠય પુસ્તકો માર્ચનાં અંતમાં મળવી શરૂ થઈ જશે અને એપ્રિલ સુધીમાં બધા વિષયોનાં પાઠય પુસ્તકો આવી જશે.આ સાથે જ ધોરણ 5 અને 8 ના પાઠય પુસ્તકો 15 મેથી આવવા શરૂ થઈ જશે.
જોકે આ બન્ને ધોરણ માટે પહેલા બ્રિજ કોર્સ હશે જે માર્ચની આખરી સપ્તાંહમાં વેબસાઈટ પર વિનામુલ્યે ઉપલબ્ધ થશે.ખાસ બાબત એ છે કે પાયરસીની સમસ્યાને ઉકેલવા એનસીઈઆરટીને નિર્ણય કર્યો છે કે સોફટ કોપીનાં પહેલા જ પ્રિન્ટેડ પાઠય પુસ્તકો જાહેર થઈ જશે જેથી કોઈ તેની નકલ ન કરી શકે.
પ્રો.સકલાનીએ સીબીએસઈનાં ચેરમેનને પત્ર લખી અપીલ કરી છે કે પેરેન્ટસને નવા પાઠય પુસ્તકોના શેડયુલનાં બારામાં બતાવવામાં આવે આ ફચાર ધોરણોનોં નવા પાઠય પુસ્તકો પેરેન્ટસ ન ખરીદે અને આ વખતે પાઠય પુસ્તકો સરળતાથી મળી જશે. સ્કુલ અને પેરેન્ટસ ફલીપકાર્ટ અને એમેઝોનથી પણ પાઠય પુસ્તક ઓર્ડર કરી શકે છે.
એનસીઆરટીએ કેન્દ્રીય વિદ્યાલય અને નવોદય વિદ્યાલયના ટીચર્સ માટે પણ કેપિસીટી બિલ્ડીંગ પ્રોગ્રામ શરૂ કરવાનો ફેસલો કર્યો છે. એનસીઆરટીએ અગાઉની તુલનામાં ત્રણ ગણા વધુ એટલે કે 15 કરોડ પાઠય પુસ્તક પ્રિન્ટ કરવાની તૈયારી કરી છે. નવા સત્રથી ધો.9 થી 12 ના બધા પાઠય પુસ્તકો છાપેલી કિંમતનાં 20 ટકા વળતરથી મળશે.