Morbi,તા.13
મોરબી જીલ્લામાંથી પસાર થતી નર્મદાની બ્રાંચ કેનાલ બે માસ માટે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે ઝાડી ઝાખરા દુર કરવા તેમજ ગાબડા રીપેરીંગ કામગીરી માટે બે મહિના કેનાલ સંપૂર્ણ બંધ રહેશે
સૌરાષ્ટ્ર શાખા નહેરના કાર્યપાલક ઈજનેર પરેશ વસાવાએ માહિતી આપતા જણાવ્યું હતું કે મોરબી શાખાની બ્રાંચ કેનાલ મોરબી અને હળવદ એમ બે તાલુકામાંથી પસાર થાય છે જે નહેર મારફત હળવદના ૨૨ અને મોરબી તાલુકાના ૨૪ ગામો એમ કુલ ૪૬ ગામના ખેડૂતોને પિયતનો લાભ મળે છે બે તાલુકાનો અંદાજે ૧૧ હજાર હેક્ટરથી વધુ પિયત વિસ્તાર છે જે કેનાલ ૧૫ માર્ચથી ૧૫ મેં સુધી બે મહિના બંધ રાખવામાં આવશે કેનાલમાં જામી ગયેલ ઝાડી ઝાખરા દુર કરવા અને ગાબડા રીપેરીંગ માટે કેનાલ બંધ રાખવામાં આવશે જેથી ખેડૂતોને નર્મદા આધારિત ઉનાળુ પાક વાવેતર ના કરવા અપીલ કરવામાં આવી છે