Rajkot Airport પર Prime Minister Narendra Modiને વિદાય અપાઈ

Share:

Rajkot,તા.03

Prime Minister Narendra Modi સૌરાષ્ટ્રની ત્રણ દિવસની મુલાકાત પુરી કરીને આજે દિલ્હી જવા રવાના થયા હતા.  Narendra Modi સાસણગીરમાં વાઈલ્ડ લાઈફની બેઠકમાં હાજરી આપીને આજે હેલીકોપ્ટર મારફત Rajkotના હીરાસર વિમાની મથકે પહોંચ્યા હતા.

અહી તેમને વિદાય આપવા ઉપસ્થિત BJPના 15 જેટલા અગ્રણીઓ તથા અધિકારીઓ સાથે એક મીનીટ જ રોકાઈને વિદાય લીધી હતી. આજે Narendra Modiને વિદાય આપવા પુર્વ મુખ્યમંત્રી Vijay Rupani તથા કર્ણાટકના પુર્વ રાજયપાલ  વજુભાઈ વાળા ઉપરાંત શહેર ભાજપ પ્રમુખ Mukesh Doshi સહિતના મહાનુભાવો પણ પહોંચ્યા હતા.

Narendra Modiએ હેલીકોપ્ટરમાંથી ઉતરીને સીધા તેમના ખાસ વિમાન ભણી ગયા હતા અને અહી વિદાય આપવા આવેલા BJP અગ્રણીઓ અને અધિકારીઓ સામેથી પસાર થયા તે સમયે  વજુભાઈ વાળા એ તેમની નજીક જઈને 15 સેકન્ડ સુધી વાત કરી હતી. Narendra Modi હવે તા.7ના ફરી ગુજરાત આવી રહ્યા છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *