Rajkot, તા. 3
આજરોજ ચાલુ શિયાળુ સિઝનમાં લાંબા સમય બાદ નલિયામાંથી પણ ઠંડી ગાયબ થઇ ગઇ હતી અને આજે સર્વત્ર 10 થી 20 ડિગ્રી સુધી લઘુતમ તાપમાન નોંધાયુ હતું. આજે સવારે નલિયામાં 10.1, ભુજમાં 13.4, કંડલામાં 16.5 તથા રાજકોટમાં 14.5, પોરબંદરમાં 13.4 ડિગ્રી અને અમદાવાદમાં 15, અમરેલીમાં 16, વડોદરામાં 13.4, ભાવનગરમાં 15.6, દાહોદમાં 11.2, દમણમાં 18, ડિસામાં 12.8, દિવમાં 15.8, દ્વારકામાં 17.9 તથા ગાંધીનગરમાં 10.8 ડિગ્રી અને સુરતમાં 20.8 તેમજ વેરાવળમાં 18.8 ડિગ્રી, લઘુતમ તાપમાન નોંધાવા પામ્યુ હતું.
જયારે જામનગર શહેરમાં છેલ્લા 24 કલાકમાં લઘુતમ તાપમાનમાં 1 ડિગ્રીના ઘટાડા સાથે પારો 13.5 ડિગ્રી પહોંચી ગયો હતો.જેના કારણે ઠડીમાં વધારો થયો હતો.તો તેવી જ રીતે મહતમ તાપમાનમાં પણ એક ડિગ્રીના ઘટાડા સાથે 27.5 ડિગ્રી રહ્યું હતું.
તો શહેરના વાતાવરણમાં ભેજનું પ્રમાણમાં સીધો 16 ટકા વધારા સાથે 94 ટકા પહોંચી જતા વહેલી સવારે ધૂમમસવાળું વાતાવરણ છવાયું હતું.જ્યારે પવનની ગતિમા 2 કિમીના ઘટાડા સાથે પ્રતિકલાક 2.5 કિમિ નોંધાઇ હતી.
સવારે ઠંડી અને બપોરે ગરમી અને સાંજે ઠંડી આમ નવા વર્ષ પ્રારંભે બેવડી ઋતુ અનુભાઈ હતી.