Nagpur: 37 વર્ષ બાદ શખ્સ પકડાયો : કોઈને કેસ શું છે તેની જ ખબર નથી

Share:

Nagpur ,તા.9
આ ગુનો 1987 માં કરવામાં આવ્યો હતો અને કેસ નોંધવામાં આવ્યો હતો. ટ્રાયલ 2000ની શરૂઆતમાં ક્યાંક શરૂ થઈ હોવાનું જાણવા મળે છે. આ કેસ વર્ષો સુધી ચાલ્યો હતો. કોર્ટનાં આદેશને પગલે શનિવારે ગદ્દીગોદામમાંથી 60 વર્ષનાં ગણેશ યાદવની ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ સદર પોલીસ, જેમણે યાદવની ધરપકડ કરી હતી તેની પાસે કેસનો કોઈ રેકોર્ડ ન હતો.

તેઓ માત્ર એટલું જ જાણતાં હતાં કે તે યાદવ દ્વારા કરવામાં આવેલાં હુમલાનો કેસ હતો અને તે પણ પોલીસને કોર્ટ દ્વારા જાણ કરવામાં આવી હતી. મોટાભાગનાં કેસોમાં પોલીસ 25 વર્ષ પછી રેકોર્ડની વિગતોનો નિકાલ કરે છે.

યાદવ પણ અજાણ હતો કે પોલીસે તેને કેમ પકડ્યો હતો. કોર્ટે તેને જણાવ્યું હતું કે તે દારૂ ખરીદવા માટે પૈસા બાબતે તેનાં મિત્ર પર લાકડી વડે હુમલો કર્યાના કેસમાં પકડાયો છે. જેમ જેમ વર્ષો વીતતાં ગયાં તેમ તેમ યાદવનો મિત્ર કાયમ માટે છત્તીસગઢ શિફ્ટ થઈ ગયો હતો.

યાદવ, છેલ્લે 18 વર્ષ પહેલાં કોર્ટમાં હાજર થયો હતો અને ટ્રાયલ આગળ વધવા દેવા માટે ક્યારેય પાછો ફર્યો ન હતો. પરિણામે, કેસ નીચલી અદાલતમાં પેન્ડિંગ ફાઇલોના ઢગલા હેઠળ દટાઈ ગયો હતો અને તાત્કાલિક નિકાલ માટે હવે ફરીથી ખોલવામાં આવ્યો હતો.

સદર પોલીસ સ્ટેશનના વરિષ્ઠ નિરીક્ષક મનીષ ઠાકરેએ જણાવ્યું હતું કે વર્ષ 2000 સુધીનાં ગુનાના રેકોર્ડ શોધી શકાય છે અને 1987 નું કંઈ જ મળ્યું નથી. તેમણે કહ્યું કે “અમને કોર્ટમાંથી ત્રણ ફરાર થવાનાં આદેશો મળ્યાં હતાં જે ત્રણ દાયકાથી વધુ જૂના હતાં.

સરનામા અને અન્ય ઉપલબ્ધ વિગતો એકદમ ન્યૂનતમ હતી, અમે યાદવને શોધી કાઢવામાં સફળ થયાં, કારણ કે કેટલાક વિસ્તારોમાં તેમનાં સમુદાયને શોધી શકાયાં હતાં જેમણે તેમનાં વિશે કેટલાક ઇનપુટ આપી હતી.” ઠાકરેએ જણાવ્યું હતું કે કોન્સ્ટેબલ નરેન્દ્ર કાલનાયકે અને રણજીત દરેકરે છેલ્લાં કેટલાક દિવસોથી જાળ બિછાવીને તેને શોધવા માટે સખત મહેનત કરી હતી.

પોલીસે કહ્યું કે “અમને કહેવામાં આવ્યું હતું કે યાદવ બેઘર છે અને તેનો કોઈ પરિવાર નથી. તે કામ કરતો હતો અને રસ્તા પર રહેતો હતો, પરંતુ કેટલીકવાર આજીવિકા મેળવવા માટે ગદ્દીગોદામ જતો હતો. અમે તે મુજબ તેને પકડવા માટે નજર રાખી હતી,” ઠાકરેએ કહ્યું કે યાદવ પણ ઘટના યાદ કરી શક્યાં ન હતાં.

ઠાકરેએ જણાવ્યું હતું કે, “યાદવ કોર્ટમાં બનેલી ઘટનાને ત્યારે જ યાદ કરી શકે છે જ્યારે ચાર્જશીટમાં ઉલ્લેખિત વિગતો સાથે તેનાં મિત્રનું નામ લેવામાં આવ્યું હતું. પોલીસે જણાવ્યું કે કોર્ટે બાદમાં તેને જામીન પર મુક્ત કર્યો હતો. 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *