Naga Chaitanya એ શોભિતા સાથે ફોટો મૂકતાં ભારે ઝાટકણી

Share:

 સોશિયલ મીડિયા પર કોમેન્ટસ ડિસએબલ કરી

સગાઈ પછી પહેલીવાર ફોટો મૂક્યો, સામંથાના ચાહકોએ દગાખોર કપલ ગણાવ્યું

Mumbai,તા.21

નાગા ચૈતન્યએ શોભિતા ધુલિપાલા સાથે સગાઈ બાદ પહેલીવાર  સોશિયલ મીડિયા પર ફોટો શેર કરતાં ચાહકોએ તેની ભારે ઝાટકણી કાઢી હતી. લોકોએ બેકાર કપલ અને દગાખોર કપલ એવી કોમેન્ટસ કરતાં નાગા ચૈતન્યએ આખરે કોમેન્ટસ ડિસએબલ કરવી  પડી હતી. 

નાગા ચૈતન્યએ સાઉથની હોટ હિરોઈન સામંથા સાથે છૂટાછેડા લીધા છે. બાદમાં તેની અને શોભિતા વચ્ચે અફેર શરુ થયું હતું. થોડા સમય પહેલાં નાગા અને શોભિતાએ વિધિવત્ત સગાઈ પણ કરી હતી. તે વખતે પણ સામંથાના ચાહકોએ તેની ઝાટકણી કાઢી હતી. હવે નાગા ચૈતન્યના ફોટા પર નેગેટિવ કોમેન્ટસ કરનારા પણ મોટાભાગના સામંથાના જ ચાહકો હોવાનું મનાઈ રહ્યું છે. 

લોકોએ બેફામ અપશબ્દો અને નેગેટિવ કોેમેન્ટસનો મારો ચલાવતાં નાગા ચૈતન્યએ પોસ્ટ કર્યાની ૨૦ મી મિનીટે જ કોમેન્ટસ બંધ કરી દેવી પડી હતી. જોકે, તેણે લોકોની કોમેન્ટસનો કોઈ જવાબ આપ્યો ન હતો. 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *