Nadiad,તા.24
નડિયાદના પીજ રોડ ઉપર નહેરના ગરનાળા નજીક કાર અને બાઈક સામસામે અથડાયા હતા. જેમાં નડિયાદના બાઈક ચાલકનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. આ અંગે નડિયાદ પશ્ચિમ પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
નડિયાદ-પીજ રોડ ઉપર નહેરના ગરનાળા નજીકથી સોમવારે બપોરે પુરઝડપે જતી ઈકો કાર અને સામેથી આવતી બાઈક અથડાયા હતા. અકસ્માતમાં નીચે પટકાતા બાઈક ચાલક નીરજ રાજકુમાર યાદવ (ઉં.વ.૨૪, રહે. શાંતિ નિકેતનની ચાલી, શ્રેયસ ગરનાળા પાસે, નડિયાદ)ને ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. અકસ્માતની જાણ થતાં નડિયાદ પશ્ચિમ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.