Mumbai,તા.7
દેશમાં છેલ્લા કેટલાક સમયથી શેરબજારમાં ચાલી રહેલી મંદીની સીધી અસર હવે મ્યુચ્યુઅલ ફંડ મારફત રોકાણ કરતા ઈન્વેસ્ટરો પર પહી રહી છે અને થોડા મર્યાદીત મ્યુચ્યુઅલ ફંડ સિવાય મોટાભાગના મ્યુચ્યુઅલ ફંડ હાલ રેડમાં ચાલી રહ્યા છે. તે સમયે હવે આ ઈન્ડસ્ટ્રીઝમાં નવો પ્રવાહ જોવા મળી રહ્યો છે અને વધુ સિસ્ટમેટીક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન (એસઆઈપી) એકાઉન્ટ ખુલી રહ્યા છે.
પરંતુ તેની સાથે પ્રિમેચ્યોર કલોઝીંગ એટલે કે અર્ધવચ્ચેથી એકાઉન્ટ બંધ થવાની ગતિ પણ વધી છે. 2023માં મ્યુચ્યુઅલ ફંડમાં 34.08 મિલિયન એસઆઈપી રજીસ્ટ્રેશન થયુ હતું પરંતુ 2024ના અંતે તેમાં ફકત 18.02 મિલિયન એકાઉન્ટ જ એકટીવ છે.
ડોમેસ્ટીક મ્યુચ્યુઅલ ફંડ દ્વારા તેના નાણા ઈકિવટી અને અન્ય ઈન્સ્ટ્રુમેન્ટ મારફત શેરબજારમાં રોકવામાં આવે છે તેમાં દર સપ્તાહે તેની નેટ એસેસ વેલ્યુ (એનએવી)ના આધારે રોકાણનું વળતર નિશ્ચિત થાય છે.
શેરબજારમાં તેજીના સમયે મોટાપાયે એસઆઈપી એકાઉન્ટ ખુલ્યા હતા પરંતુ તેમાં 2024ના વર્ષમાં સારું વળતર મળવા પછી પણ રજીસ્ટ્રેશનના બે વર્ષમાં જ બંધ થનાર ખાતાની સંખ્યા 48 ટકા વધી ગઈ છે. જો કે 2022માં 42 ટકા ખાતા 2023ના અંતે બંધ થયા હતા.
એસોસીએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ ઓફ ઈન્ડિયા દ્વારા જાહેર થયેલા આંકડાઓના આધારે આ અહેવાલ તૈયાર કરાયો છે. જેમાં અલગ અલગ ઉંમર મુજબ પણ એસઆઈપી એકાઉન્ટનું વર્ગીકરણ થયુ હતું.
જેમાં 2023માં યુવા રોકાણકારોએ જે ખાતા ખોલાવ્યા હતા તે 2024ના અંતે બંધ થવાનું પ્રમાણ વધુ રહ્યું છે. વાસ્તવમાં છેલ્લા પાંચ વર્ષમાં રોકાણ કરનારને 7.7 ટકાનું વળતર મળ્યું છે જે અન્ય રોકાણ વિકલ્પોની સરખામણીમાં ઓછું છે અને તેથી રોકાણકારો હવે એસઆઈપીમાં સાવચેતીભર્યો અભિગમ અપનાવી રહ્યા છે.