America, તા.7
અમેરિકામાં સંધીય કર્મચારીઓને મોટા પ્રમાણમાં નોકરીથી છુટા કરવાની એલન મસ્કની યોજના પર એક સંધીય અદાલતના જજે હાલમાં રોક લગાવી દીધી છે. મેસારયુસેટસના એક જજે આ રોક લગાવી છે. મસ્કની યોજનાની સમય સીમા ગુરુવારે પુરી થઈ ગઈ હતી પણ હવે અદાલતે સોમવાર સુધી વધારી દીધી છે.
ઉલ્લેખનીય છે કે, એલન મસ્ક ડોનાલ્ડ ટ્રમ્પની સરકારમાં સરકારી દક્ષતા વિભાગ (ડીઓજીઈ) નામના સ્વતંત્ર એકમના ઈન્ચાર્જ છે. આ વિભાગને સરકારના ખર્ચાઓને નિયંત્રીત કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. કર્મચારીઓને રિટાયરમેન્ટના બદલામાં આપવામાં આવી સુવિધાઓ: તેમણે છટણી માટે એક યોજના બનાવી હતી
જેમાં રાજીનામું આપનાર કર્મચારીને 8 મહિનાનો પગાર સહિત અનેક સુવિધાનો સમાવેશ થાય છે. મસ્કે કહ્યું હતું કે, કર્મચારી કાં તો આ યોજનાનો લાભ મેળવી રિટાયર થઈ જાય, નહીં ભવિષ્યમાં નોકરીમાંથી કાઢી મુકવામાં આવશે.
સરકારની આ યોજના સામે અમેરિકાના શ્રમિક સંઘોએ અદાલતનો આશરો લીધો હતો. મેસારયુએટસની ફેડરલ કોર્ટના જજ જયોર્જ ઓ ટુલે આ યોજના પર રોક લગાવી દીધી છે અને મામલાની સુનાવણી કરવાનો નિર્ણય લીધો છે.
મસ્કની સ્કીમનો 40 હજાર કર્મીઓએ લાભ લીધો: એક બાજુ મસ્કની સ્કીમ સામે શ્રમિક સંઘોએ કોર્ટનું વલણ અપનાવ્યુ છે ત્યારે 40 હજાર જેટલા કર્મચારીઓએ રિટાયરમેન્ટ સ્કીમનો ફાયદો ઉઠાવી રાજીનામા આપવાનો નિર્ણય કર્યો છે. કર્મચારીઓને પદ પરથી હટાવવાના કારણે સરકારના અનેક વિભાગોમાં કામકાજને અસર થઈ છે.