Mumbai માં ચૂંટણી પ્રચાર દરમિયાન 347 કરોડની સંપત્તિ જપ્ત

Share:

Mumbai,તા.19
વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન ચૂંટણી પંચ દ્વારા રચવામાં આવેલી ફ્લાઈંગ સ્ક્વોડ દ્વારા મુંબઈમાં 347 કરોડથી વધુની રોકડ, દારૂ, કિંમતી ચીજવસ્તુઓ, સોનું અને ચાંદી વગેરે જપ્ત કરવામાં આવ્યું છે.

આ માહિતી મુંબઈનાં ચૂંટણી અધિકારી અને વીએમસી કમિશનર ભૂષણ ગગરાણીએ આપી હતી. સોમવારે વીએમસી હેડક્વાર્ટર ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં ગગરાણીએ જણાવ્યું હતું કે ચૂંટણીની જાહેરાત થતાંની સાથે જ મતદારોને આકર્ષવા અને કાર્યકરોને ખુશ કરવા માટે રોકડ, ભેટ, કિંમતી વસ્તુઓનો મોટાં પાયે ઉપયોગ કરવામાં આવે છે. જો કે, આ સામાન તેમનાં સુધી પહોંચે તે પહેલાં ચૂંટણી પંચની ફ્લાઈંગ સ્ક્વોડ અને અન્ય એજન્સીઓએ તેમને પકડી લીધો હતો.

ગગરાણીએ જણાવ્યું હતું કે મુંબઈ શહેરમાં 33 કરોડની રોકડ, આશરે રૂ.13 લાખની કિંમતનો ગેરકાયદેસર દારૂ, રૂ.4 કરોડની ડ્રગ્સ, આશરે રૂ.7 કરોડની કિંમતી ધાતુઓ અને રૂ.2.61 કરોડની મફત ભેટ તરીકે વહેંચાયેલી વસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી. એ જ રીતે મુંબઈનાં ઉપનગરોમાં રૂ.12.60 કરોડની રોકડ,રૂ.44.79 કરોડનો ડ્રગ્સ, રૂ.238.67 કરોડની કિંમતી ધાતુઓ અને રૂ.3.21 કરોડની રોકડ ઝડપાઈ હતી. 

વિધાનસભા ચૂંટણી માટે 20 નવેમ્બરે મતદાન થશે અને 23 નવેમ્બરે મતગણતરી થશે.  રાજ્યમાં 15 ઓક્ટોબરથી આચારસંહિતા લાગું થઈ ગઈ છે. આ સમયગાળા દરમિયાન, ઉમેદવારો દ્વારા મતદારોને રીઝવવા માટેનાં કોઈપણ કાર્ય પર પંચની નજર હતી. મતદારોને ભેટ આપવાના પ્રયાસો પણ નિષ્ફળ બનાવાયાં છે.

આચારસંહિતાનો ભંગ, ફરિયાદો નોંધાઈ :-
ચૂંટણી પંચને પણ ચૂંટણી દરમિયાન આદર્શ આચારસંહિતાના ભંગની ફરિયાદો મળી છે. સી-વિજિલ એપ પર કુલ 1238 ફરિયાદો મળી હતી, જેમાંથી 615 ફરિયાદો મુંબઈ અને ઉપનગરોમાં નોંધવામાં આવી હતી, જ્યારે 563 ફરિયાદો પર કાર્યવાહી કરવામાં આવી હતી. ગગરાણીએ જણાવ્યું હતું કે મુંબઈ શહેરમાં 623 ફરિયાદો નોંધાઈ હતી, જેમાંથી 564 ફરિયાદો પર કાર્યવાહી કરવામાં આવી છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *