CM Yogi-UP BJP ચીફની સામે સાંસદે ખોલી નાખી પાર્ટીની પોલ

Share:

ઉન્નાવના સાંસદ સાક્ષી મહારાજે કહ્યું, મને લાગે છે કે સત્તા અને સંગઠન વચ્ચે સન્માનની ભાગીદારી નથી

Lucknow, તા.૨૨

ભારતીય જનતા પાર્ટીના ઉત્તર પ્રદેશ સ્થિત ઉન્નાવના સાંસદ સાક્ષી મહારાજે બુધવારે પાર્ટી નેતૃત્વને મુશ્કેલીમાં મૂકી દીધું. ભૂતપૂર્વ રાજ્યપાલ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી રહી ચૂકેલા કલ્યાણ સિંહની પુણ્યતિથિ પર એક કાર્યક્રમમાં સાક્ષી મહારાજે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને રાજ્ય એકમના પ્રમુખ ભૂપેન્દ્ર ચૌધરીની હાજરીમાં કહ્યું કે તેમની સમજ અનુસાર ’સરકાર અને પાર્ટી સંગઠન વચ્ચે કોઈ સન્માનજનક ભાગીદારી નથી.’

પૂર્વ ભાજપ મુખ્યમંત્રી કલ્યાણ સિંહની પુણ્યતિથિ નિમિત્તે આયોજિત એક કાર્યક્રમમાં ઉન્નાવના સાંસદે કહ્યું, ’મને લાગે છે કે સત્તા અને સંગઠન વચ્ચે સન્માનની ભાગીદારી નથી. બંને મુખિયા આગળ બેઠા છે, આગળ આનું ધ્યાન રાખશે તો ખૂબ કૃપા થશે.’ સાક્ષી મહારાજની ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે ભાજપના યુપી એકમમાં કથિત રીતે ખટપટના દાવા કરવામાં આવી રહ્યા છે. આરોપ લગાવવામાં આવ્યા કે સીએમ યોગી આદિત્યનાથના નેતૃત્વ વાળી સરકાર અને ભૂપેન્દ્ર ચૌધરીના નેતૃત્વ વાળા રાજ્ય એકમ વચ્ચે સમન્વયની કમી છે.

મહારાજે અયોધ્યામાં રામ મંદિર નિર્માણનો શ્રેય કલ્યાણ સિંહને આપ્યો. મ્ત્નઁ સાંસદે કહ્યું, ’વિવાદિત માળખું ન તૂટ્યું હોત તો આપણે મંદિરની પરિકલ્પના ન કરી શક્યા હોત. અયોધ્યામાં જે મંદિરનું નિર્માણ થયું છે તેનો શ્રેય કલ્યાણ સિંહજીને આપવા માંગું છું.’ તેમણે કહ્યું કે પિતાનો આત્મા પુત્રમાં હોય છે, તેથી તેઓ બંનેનું સન્માન કરે છે અને આશા રાખે છે કે અન્ય લોકો પણ તેમનું સન્માન કરશે.

ઉન્નાવ સાંસદે કલ્યાણ સિંહના સપનાને ’પૂરું કરવા’ બદલ સીએમ આદિત્યનાથનો આભાર પણ માન્યો. સાક્ષી મહારાજે કહ્યું   ’પછી ભલે માફિયાને ખતમ કરવાની વાત હોય કે કેન્દ્ર સરકારની મદદથી અયોધ્યામાં રામ મંદિરના નિર્માણની વાત હોય. કલ્યાણ સિંહનું સપનું પૂરું થઈ રહ્યું છે.’

નોંધનીય છે કે, ઉત્તર પ્રદેશની યોગી સરકારના મંત્રી ઓમપ્રકાશ રાજભરની પાર્ટી સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી (સુભાષપા)નું રાષ્ટ્રીય અધિવેશન મુંબઈમાં ચાલી રહ્યું છે અને તે આજે ગુરુવારે (૨૨ ઓગસ્ટ) સમાપ્ત થઈ રહ્યું છે.

આ સંમેલનમાં વિવિધ રાજ્યોમાંથી તેમના પક્ષના પદાધિકારીઓને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે અને પક્ષને વધુ આગળ લઈ જવા માટે તેમના સૂચનો લેવામાં આવી રહ્યા છે.

 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *