New Delhi,તા.7
કરોડો કર્મચારીઓની મેમ્બરશીપ ધરાવતા એમ્પ્લોયઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશને કર્મચારીઓને વધુ રાહત આપી છે. આધાર સંલગ્ન યુનિવર્સલ એકાઉન્ટ નંબર ધરાવતાં સભ્યોને વ્યકિતગત-માહિતીમાં નામ, તારીખ જેવી વિગતો સુધારવા માટે છે. કોઈ દસ્તાવેજો આપવાની જરૂર નહિં રહે. અર્થાત કોઈ દસ્તાવેજ વિના જ વિગતોમાં સ્વયં ફેરફાર કરી શકશે.
યુનિવર્સલ એકાઉન્ટ નંબરને અગાઉથી જ આધાર સાથે લીંક કરાવી દેવામાં આવ્યુ હોય તો સભ્ય કર્મચારી પોતાનું નામ, જન્મતારીખ, રાષ્ટ્રીયતા, માતા-પિતાના નામ સભ્ય બન્યાની તારીખ, સભ્યપદ છોડવાની તારીખ જેવી બાબતો કોઈ દસ્તાવેજ રજુ કર્યા વિના જ અપડેટ કરી શકશે.
પ્રવર્તમાન નિયમો હેઠળ વિગતો સુધારવા માટે વ્યાપક ઝંઝટભરી પ્રક્રિયા છે. અને તેમાં ઘણો સમય લાગે છે. સામાન્ય રીતે સરેરાશ 28 દિવસ જેવો સમય લાગી જતો હતો હવે નવા નિયમ હેઠળ 1 ઓકટોબર 2017 પૂર્વે યુએન નંબર જારી થતા હોય તેઓએ જ કર્મચારીઓએ સુધારા માટે માલીકની સહી સાથે દસ્તાવેજ રજુ કરવા પડશે. અન્યથા કર્મચારીઓ જાતે જ સુધારા કરી શકશે.