Morbi,તા.01
મોરબીના લોકોની સુખાકારી માટે નગરપાલિકામાંથી મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે અને મનપા તંત્ર વિવિધ કામગીરી કરી રહ્યું છે જોકે સરકારી તંત્ર કામગીરીમાં હમેશા ઉણું ઉતરતું હોય છે સામાન્ય લોકોની પીડા ના સમજી શકતું તંત્ર રાજવી પરિવારની ગરિમા જાળવવાનું પણ ચુકી ગયું હતું અને મહારાણીનું નામ સરખું વાંચી સકાય તેમ ના હોવા છતાં તેને સરખું કરવાની તસ્દી લેવામાં આવી નથી
મોરબીના સ્ટેશન રોડ પર રાજાશાહી વખતની મહારાણી શ્રી નંદકુંવરબા ધર્મશાળા આવેલ છે જ્યાં મોરબી નગરપાલિકા દ્વારા રેન બરેસા બનાવવામાં આવ્યું હતું નિરાધાર લોકો માટે મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રયગૃહ મોરબીનું બોર્ડ લગાવવામાં આવ્યું છે રાજાશાહી વખતની અનેક જગ્યા લોકોની સુખાકારી માટે તંત્રને સોપવામાં આવી છે આ જગ્યા પણ રાજાશાહીની છે જે નાગરિકો માટે તંત્રને સોપી દીધી છે પરંતુ છતાં નીમ્ભર તંત્ર રાજવી પરિવારની ગરિમા પણ જાળવી સકી નથી
મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રયગૃહ મોરબી જે લખવામાં આવ્યું છે તેમાં મહારાણીના અક્ષરો જ સરખી રીતે વાંચી સકાય તેમ નથી અને આટલી ભૂલ સુધારવા માટે એકાદ દિવસનો સમય કાફી હોય છે છતાં તંત્ર પાસે એવો સમય ના હોય અને મહારાણી સરખું વાંચી શકાતું નથી અને રાજવી પરિવારની ગરિમાને નુકશાન પહોંચાડ્યું છે જેથી રોષ ભભૂકી રહ્યો છે