Morbi,તા.30
મોરબીની યદુનંદન ગૌશાળાના નામે બમ્પર ડ્રોની જાહેરાત કરી યુપીઆઈ મારફત રૂ ૯૨૯૫ ની રકમ મેળવી ખોટી પહોંચો મોકલી નાગરિકો સાથે ઇનામી ડ્રોની લાલચ આપી છેતરપીંડી આચર્યાની ફરિયાદ નોંધાઈ છે
મોરબી યદુનંદન ગૌશાળા સામે રહેતા વિમલ જયસુખભાઈ ત્રિવેદીએ મોબાઈલ નંબર ૭૨૪૦૬૭૪૩૯૪, યુપીઆઈ આઈડી સોનું નામ ૭૨૪૦૬૭૪૩૯૪ તેમજ મોબાઈલ નંબર ૭૦૯૬૦ ૪૮૨૪૫ દશરથજી ઠાકોર, મોબાઈલ નંબર ૭૪૭૦૮ ૬૧૭૧૩, મોબાઈલ નંબર ૮૩૩૮૯ ૨૧૪૩૮ મોબાઈલ નંબર ૭૩૨૭૯ ૪૮૩૭૧, યુપીઆઈ ૭૨૪૦૬૭૪૩૯૪@ mbk, અન્ય યુપીઆઈ આઈડી સહીત 12 ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે આરોપીઓએ મોબાઈલ નંબર અને યુપીઆઈ આઈડી ધારકોએ શ્રી યદુનંદન ગૌશાળા સમિતિ બમ્પર ડ્રોની જાહેરાત કરતુ પેજ અલગ અલગ નંબરથી ફેસબુકમાં અપ્લોડ કરી ઠગાઈ કરવાના ઈરાદે વિવિધ યુપિઆઇ મારફત રૂ ૯૨૯૫ ની રકમ અલગ અલગ લોકો પાસેથી મેળવી લીધી હતી અને તેને ખોટી પહોંચો (ટીકીટ) વ્હોટસ એપ પર મોકલી ખોટા રેકોર્ડનો ખરા તરીકે ઇલેક્ટ્રિક રેકોર્ડનો ઉપયોગ કરી ઇનામી ડ્રોની લાલચ આપી ફરિયાદી વિમલભાઈ સહિતનાઓ સાથે છેતરપપીંડી આચરી મોરબી યદુનંદન ગૌશાળા સમિતિની પ્રતિષ્ઠાને હાની પહોંચે તેવું કૃત્ય કર્યાની ફરિયાદ નોંધાવી છે સીટી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે