Morbi નેશનલ હાઈવે પર માટીનો ઢગલો ઠાલવી જનાર ટ્રક ચાલકને કાયદાનું ભાન કરાવ્યું

Share:

Morbi,તા.05

મોરબી નેશનલ હાઈવે પર માટીનો ઢગલો ઠાલવી નાસી ગયેલ ટ્રક ચાલકને ટ્રાફિક પોલીસની ટીમે ઝડપી લઈને કાયદાનું ભાન કરાવ્યું હતું

મોરબી જીલ્લા ટ્રાફિક પોલીસની ટીમ ટ્રાફિક નિયમન કામગીરીમાં કાર્યરત હતી દરમિયાન લાલપર નજીક રોડ પર માટીનો ઢગલો ઠાલવી ગયાનો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો જેથી વિડીયોને આધારે તપાસ ચલાવી હતી જે માટીનો ઢગલો ઠાલવી જનાર વાહન ટ્રક જીજે ૧૩ એએક્સ ૪૫૯૩ હોવાનું જાણવા મળ્યું હતું જેથી ટ્રક ચાલક હમીર સુખાભાઈ મકવાણા (ઉ.વ.31) રહે મોળથળા તા. થાનગઢ વાળાને ઝડપી લઈને પૂછપરછ કરતા ગુનાની કબુલાત આપી હતી જેથી ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

Leave a comment

Your email address will not be published. Required fields are marked *