Morbi મનપાનું ૭૮૩ કરોડનું બજેટ, ઉમિયા સર્કલે નવો બ્રીજ-રીંગ રોડ સહિતના કામોની જોગવાઈ

Share:

Morbi,તા.18

કલેકટર, મ્યુનીસીપલ કમિશ્નરની ઉપસ્થિતિમાં બજેટ રજુ કરવામાં આવ્યું

મોરબીને મહાનગરપાલિકા બનાવ્યા બાદ મનપાનું પ્રથમ બજેટ આજે જીલ્લા કલેકટર કચેરી ખાતે કલેકટર, મ્યુનીસીપલ કમિશ્નર સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં રજુ કરવામાં આવ્યું હતું મોરબી મનપાનું ૭૮૩ કરોડનું બજેટ રજુ કરવામાં આવ્યું છે જેમાં અનેકવિધ વિકાસકાર્યોની જોગવાઈ કરવામાં આવી છે

મોરબી મનપાનું કુલ ૭૮૩ કરોડનું બજેટ રજુ કરાયું છે જેમાં આવકનો સ્ત્રોતમાં ૭૧૧.૭૭ કરોડ મૂડી આવક, ૭૧.૨૫ કરોડ મહેસુલી આવક અને ૫૦.૨૨ કરોડ અનામત આવક દર્શાવવામાં આવી છે અને ખર્ચ ક્યાં ક્યાં થશે તેમાં બાંધકામ શાખા, રસ્તા, નાલા, તેમજ ફૂટપાથ માટે ૩૬,૨૫૧.૨ લાખ, અગ્નિશમન શાખા માટે ૬૩૦૦ લાખ, આઈટી ડીપાર્ટમેન્ટમાં ૨૫૭૫ લાખ, વોટર વર્કસ શાખા માટે ૧૦૦૦ લાખ, કોમ્યુનીટી હોલ, ઓડીટોરીયમ, વાંચનાલય, વોર્ડ ઓફીસ ૧૦૦૦ લાખ, રોશની શાખા માટે ૩૧૫ લાખ, વર્કશોપ શાખામાં ૨૧૦ લાખ અને અન્ય ૨૯.૫ લાખનો ખર્ચ એમ કુલ મૂડી ખર્ચ ૬૯૦૩૫.૪ લાખનો ખર્ચ દર્શાવવામાં આવ્યો છે

જયારે મહેસુલી ખર્ચમાં ખાસ કન્ઝ્વર્ન્સીમાં ૧૧૫૪ લાખ, સ્ટાફ અન્ય ખર્ચ ૮૨૫ લાખ, ચૂંટણી શાખામાં ૫૦૧ લાખ, જી.એ.ડી.માં ૪૭૫.૭૫ લાખ, જનરલ કન્ઝવર્ન્સીમાં ૪૫૬ લાખ, વર્કશોપમાં ૩૭૪ લાખ, ડ્રેનેજ માટે ૩૪૧ લાખ, અન્ય ૨૮૮ લાખ, બાધકામમાં ૨૬૩ લાખ, જાહેર બગીચા માટે ૧૭૨ લાખ, વેરા વસુલાત માટે ૧૩૫ લાખ, અગ્નિશમન શાખા માટે ૧૨૫ લાખ, લોન ચાર્જીસ માટે ૧૨૦ લાખ, સુરક્ષા શાખા માટે ૧૦૧ લાખ, કમિશ્નર વિભાગ માટે ૭૭ લાખ અને રોશની શાખા માટે ૩૬.૮૫ લાખ સહીત કુલ મહેસુલી ખર્ચ ૭૩૧૭.૨ લાખનો દર્શાવવામાં આવ્યો છે

વર્ષ ૨૦૨૫-૨૬ માં અનેકવિધ વિકાસ કાર્યોની જોગવાઈ કરવામાં આવી

  • મોરબીના ઉમિયા સર્કલ નવો બ્રીજ બનાવવા ૭૫ કરોડની જોગવાઈ
  • મુખ્ય કચેરી તથા ૨ ઝોન ઓફીસ બાંધકામ બાંધકામ માટે ૫૮ કરોડ
  • મોરબી મહાપાલિકા વિસ્તારમાં ૧૩ વોર્ડ ઓફીસ બાંધકામ જોગવાઈ ૮ કરોડ જોગવાઈ
  • સેન્ટ મેરી સ્કૂલ પાસે રેલ્વે ઓવરબ્રિજ બનાવવાનું કામ (GUDC)
  • હયાત ૨૪ સર્કલના બ્યુટીફીકેશનનું કામ
  • મચ્છુ નદીમાં ડાઉનસ્ટ્રીમ બ્રીજ તેમજ ૨ નવા અપસ્ટ્રીમ બ્રિજના કામ
  • મોરબી મહાપાલિકા રીંગ રોડનું કામ જોગવાઈ

વર્ષ ૨૦૨૫-૨૬ માં મુખ્ય ૫ રોડ આઇકોનિક રોડ તરીકે વિકસાવવામાં આવશે

  1. શનાળા રોડ ૩૫૦૦ મીટર
  2. નવલખી રોડ ૧૫૦૦ મીટર
  3. નાની કેનાલ રોડ ૨૨૫૦ મીટર
  4. SP રોડથી આલાપ રોડ ૯૫૦ મીટર
  5. લાલબાગથી અરુણોદય સર્કલ, અરુણોદય સર્કલથી ઉમા સ્કૂલ ૨૨૦૦ મીટર

Leave a comment

Your email address will not be published. Required fields are marked *