Morbi,તા.04
બોલેરો ગાડી અને દારૂની ૨૩૨ બોટલ સહિતનો મુદામાલ જપ્ત કર્યો
મોરબી જીલ્લામાં સ્થાનિક સ્વરાજની ચુંટણી અંતગત માળિયા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન સુરજબારી ચેક પોસ્ટ પાસેથી વાહન ચેકિંગ દરમિયાન બોલેરો ગાડીમાં ચોરખાનું બનાવી દારૂની હેરાફેરી ઝડપી લઈને ઈંગ્લીશ દારૂની ૨૩૨ બોટલ અને બોલેરો મળીને કુલ રૂ ૫.૫૧ લાખનો મુદામાલ જપ્ત કરી બે આરોપીને ઝડપી લીધા છે
માળિયા પોલીસ ટીમ પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ કામગીરી કરતી હોય દરમિયાન સુરજબારી ચેક પોસ્ટ પાસેથી બોલેરો જીજે ૩૬ ટી ૧૯૯૨ શંકાસ્પદ લાગતા તપાસ કરી હતી જેના ઠાઠામાં બંને સાઈડ અને નીચે ચોરખાનું બનાવી દારૂની હેરાફેરી કરતા હોવાનું ખુલ્યું હતું જેથી પોલીસે ચોરખાનામાં છુપાવી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ ૨૩૨ કીમત રૂ ૨,૫૧,૦૪૨ અને બોલેરો પીકઅપ કીમત રૂ ૩ લાખ સહીત કુલ રૂ ૫,૫૧,૦૪૨ ની કિમતનો મુદામાલ જપ્ત કરી આરોપી દશરથ હરકનભાઈ ખાંભલા રહે રામપુરા જી. બનાસકાંઠા અને બાબુભાઈ જવાનાજી ભાડ્ચા રહે જાલડા રાજસ્થાન એમ બે આરોપીને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે