Morbi,તા.07
મોરબી માળિયા નેશનલ હાઈવે પર સોખડા ગામના પાટિયા નજીક ટ્રકના વ્હીલમાં તકલીફ હોવાથી ટ્રક ચાલક નીચે ઉતરી ચેક કરતો હતો ત્યારે પાછળથી આવતા ટ્રક ચાલકે હડફેટે લેતા ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું અકસ્માત સર્જી ટ્રક ચાલક નાસી ગયો હતો જે બનાવ મામલે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
દેવભૂમિ દ્વારકા જીલ્લાના સુરજકરાડી ગામે રહેતા ધનાભાઇ દેરાજભાઈ ચાનપાએ અજાણ્યા ટ્રક ટેન્કર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદી ધનાભાઇ અને તેના મિત્ર નુરમામદ હુશેન રૂંજા બંને ટ્રક ડ્રાઈવિંગ કરે છે અને તા. ૧૫-૦૨ ના રોજ ફરિયાદી અને મિત્ર નુરમામદ બંને ટ્રક લોડ કરીને કચ્છના નલિયા જવા નીકળ્યા હતા જ્યાં ટ્રક ખાલી કરી તા. ૨૨-૦૨ ના રોજ નલીયા ખાતે જેપી સિમેન્ટ કંપનીમાંથી સિમેન્ટ ભરી મોરબી આવવા નીકળ્યાં હતા અને માળિયા ફાટક પાસે ટ્રક ખાલી કરવા ગયા તા. ૨૩-૦૨ ના રોજ રવિવાર હોવાથી ટ્રક ખાલી થયો નહિ અને તા. ૨૪-૦૨ ના રોજ સવારમાં ટ્રક ખાલી કરી મીઠું ભરવા માળિયા જવાનું હતું બપોરના બંને ટ્રક લઈને માળિયા જવા રવાના થયા હતા
જયારે ફરિયાદી ધનાભાઇ ટ્રક ચલાવતા હતા અને સોખડા ગામના પાટિયા પાસે પહોંચતા અન્ય ટ્રક ચાલકે ઈશારો કરી પાછળના ભાગેનો હાથ બતાવ્યો જેથી સોખડા ગામના પાટિયા પાસે ટ્રક સાઈડમાં પાર્ક કર્યો હતો નુરમામદ નીચે ઉતરી ડ્રાઈવર સાઈડના પાછળના વ્હીલ પાસે ગયો હતો અને વ્હીલનું વાછટીયુ નીકળી ગયું હતું જેથી નુરમામદ ફરિયાદી પાસે વાયર માંગ્યો હતો જે કેબીનમાં વાયર શોધતો હતો ત્યારે એકદમ અવાજ આવ્યો અને કેબીન બહાર નીકળી જોતા સ્પીડમાં ટ્રક ટેન્કર નીકળ્યું જેની સ્પીડ વધુ હોવાથી નંબર જોઈ સક્યો નહિ નીચે ઉતરી જોયું to નુરમામદ ટ્રકના વચ્ચેના વ્હીલ પાસે લોહીલુહાણ હાલતમાં પડ્યો હતો માથા તેમજ પગે ગંભીર ઈજા પહોંચી હતી અને સ્થળ પર જ મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે અજાણ્યા ટ્રક ટેન્કર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે