Morbi,તા.18
મોરબી, રાજકોટ, ચોટીલા અને લીંબડી ગૌરક્ષકોની ટીમે માળિયા હાઈવે પરથી અમદાવાદ કતલખાને ધકેલાતા ૧૯ અબોલ જીવોને બચાવી લીધા હતા અને ૫ વાહન સહિતનો મુદામાલ પોલીસ મથકને સોપવામાં આવતા પોલીસે વધુ તપાસ ચલાવી છે
ગૌરક્ષકોની ટીમને બાતમી મળી હતી કે કચ્છથી કતલના ઈરાદે અબોલ જીવ ભરીને પાંચ બોલેરો પીકઅપમાં પશુની તસ્કરી થવાની છે અને અમદાવાદ કતલખાને ધકેલવામાં આવી રહ્યા હોય જેથી મોરબી, રાજકોટ સહિતના ગૌરક્ષકોની ટીમે વોચ ગોઠવી હતી અને માળિયા હાઈવે પરથી પાંચ બોલેરો પીકઅપ ગાડી પકડી લીધી હતી જેમાં ભેંસ અને મોટા પાડા જીવ નંગ ૧૯ ને ઘાસચારો કે પાણીની વ્યવસ્થા વગર ટૂંકા દોરડાથી હલનચલન ના કરી સકે તેવી રીતે બાંધી હેરાફેરી કરતા મળી આવ્યા હતા જેથી તમામ મુદામાલ માળિયા પોલીસને સોપવામાં આવ્યો હતો અને તમામ જીવોને બચાવી ખાખરેચી પાંજરાપોળમાં મુકવામાં આવ્યા છે