Morbi,તા,15
મોરબી મહાનગરપાલિકાના અગ્નિશમન શાખા દ્વારા તા. ૦૪ માર્ચથી ૧૦ માર્ચ સુધી મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ હોસ્પિટલ પૈકી ૦૪ હોસ્પીટલમાં ૪૪ સ્ટાફને, શાળાઓ પૈકી ૨ શાળામાં ૯૭ વિદ્યાર્થી અને સ્ટાફ, હોટેલ પૈકી ૦૩ હોટેલના ૧૨ સ્ટાફને ફાયર પ્રિવેન્શન ટ્રેનીંગ આપવામાં આવી હતી
તેમજ ફાયર પ્રિવેન્શનના ભાગરૂપે હોસ્પિટલનું ફાયર સેફટી સર્ટીફીકેટનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ફાયર NOC ના ધરાવનાર ૨૩ને ત્રીજી અને આખરી નોટીસ આપવામાં આવી છે અને પ્રિવેન્શનને લગતી સૂચનો અને જરૂરી ગાઈડલાઈન આપવામાં આવી હતી