Morbi,તા.03
કોયલી ગામે ડેમની પાળ પર પૈસાની લેતીદેતી મામલે ગાળો બોલવાની ના પાડતા ચાર ઇસમોએ યુવાનને માર મારી ઈજા પહોંચાડી હતી મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
મોરબી તાલુકાના રામગઢ (કોયલી) ગામે રહેતા મહેશ ગેલાભાઈ ડંડેચા (ઉ.વ.૩૬) નામના યુવાને આરોપીઓ વિકાસ મુળજી રાણવા, અનીલ લાલજી પરમાર ડેનીસ રાઠોડ અને મયુરસિંહ એમ ચાર આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ગત તા. ૦૧ નારોજ સાંજના સુમારે આરોપીઓ ફરિયાદી મહેશની વાડીએ બેસવા આવ્યા હતા ત્યારે પૈસાની લેતીદેતી મામલે ફોનમાં ગાળો બોલતા હતા જેથી ગાળો બોલવાની ના પાડી હતી જે સારું નહિ લાગતા આરોપી ડેનિસે યુવાનને ગાળો આપી પેટના ભાગે પાટું માર્યું હતું અને વિકાસે છુટા પાડી આરોપીઓ જતા રહ્યા હતા બાદમાં આરોપી વિકસે ફોન કરી કોયલી ગામના ડેમની પાળ પાસે બોલાવ્યો હતો જેથી યુવાન ત્યાં જતા આરોપીઓએ ઢીકા પાટું માર મારી લાકડીઓ વડે માર મારી ઈજા કરી હતી મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે