Morbiતા.10
મોરબીની સિવિલ હોસ્પીટલના સફાઈ કર્મચારીઓ વિવિધ પ્રશ્ને અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી ગયા છે જીલ્લા સેવા સદન કચેરી ખાતે હડતાલ શરુ કરી દેવામાં આવી છે
મોરબી જનરલ હોસ્પીટલના આઉટસોર્સ વર્ગ 4 ના કર્મચારીઓએ ગત તા. ૧૩-૧૨-૨૦૨૪ ના રોજ આર.એમ. એસોસિએટ રાજકોટને લેખિત રજૂઆત કરી જણાવ્યું હતું કે વર્ગ 4 ના આઉટ સોર્સ કર્મચારીઓને જે પગાર મળે છે તેની કોઈ વિગત જાણી શકાતી નથી દર માસે પગાર સ્લીપ રેગ્યુલર મળે તે અંગે વ્યવસ્થા કરવા માંગ કરી હતી અને કોન્ટ્રાકટ શરુ થયા તા. ૦૧-૧૧-૨૦૨૪ ના રોજથી દર માસની જૂની પગાર સ્લીપ દિન 2 માં આપવા માંગ કરી હતી પગારમાં કઈ કઈ વિગતો આવે તેનો ખ્યાલ આવે કેમ કે પગારનો અને ટેન્ડરની શરત મુજબ અન્ય નાણાકીય લાભો મળતા હોય તે પણ સત્વરે ચુકવવા માંગણી કરવામાં આવી હતી જે માંગ તાત્કાલિક સ્વીકારવા તા. ૩૧-૧૨-૨૦૨૪ સુધીંનું અલ્ટીમેટમ આપ્યું હતું અને બાદમાં આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી જે મુજબ આજથી સફાઈ કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી ગયા છે અને તેની વિવિધ માંગણીઓ સ્વીકારવામાં ના આવે ત્યાં સુધી લડત ચાલુ રાખવાનો નિર્ધાર કર્યો હતો