Morbi ના સુપરમાર્કેટમાંથી બાઈક ચોરી કરનાર ઇસમ ચોરાઉ બાઈક સાથે ઝડપાયો

Share:

Morbiતા.10

શહેરના સુપર માર્કેટ નજીકથી પંદર દિવસ પૂર્વે બાઈક ચોરી કરનાર ઈસમને ઝડપી લઈને પોલીસે ચોરી થયેલ બાઈક રીકવર કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

            મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમ બાઈક ચોરીના ગુનાનો ભેદ ઉકેલવા પેટ્રોલિંગમાં હોય દરમિયાન મકરાણીવાસ નદીના કાંઠે રોડ પરથી એક ઇસમ બાઈક લઈને નીકળતા તેને રોકી કાગળો માંગતા નહિ હોવાનું જણાવ્યું હતું જેથી પોકેટ કોપથી સર્ચ કરતા બાઈક સીટી એ ડીવીઝન પોલીસ મથકની હદમાંથી ચોરી થયાનું જણાઈ આવ્યું હતું અને આરોપી અલી અસગર ઓસમાણ હુશેન શેખ (ઉ.વ.૨૨) રહે વાંકાનેર રેલ્વે સ્ટેશન, મૂળ અંજાર કચ્છ વાળાને ઝડપી લીધો હતો જે આરોપીએ પંદરેક દિવસ પૂર્વે સુપર માર્કેટ રંગોલી આઈસ્ક્રીમ પાસેથી બાઈક ચોરી કર્યાની કબુલાત આપી હતી જે બાઈક તેના ભાઈ શાહરૂખ ઓસમાણ શેખ રહે ટંકારા વાળાને આપ્યાનું જણાવ્યું હતું જેથી આરોપીને ઝડપી લઈને ચોરી થયેલ બાઈક રીકવર કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

Leave a comment

Your email address will not be published. Required fields are marked *