Morbi શહેર-તાલુકામાં જુગારની બે રેડ: પાંચ શખ્સ 12,270 ની રોકડ સાથે પકડાયા

Share:

Morbi તા 13
મોરબી શહેરના કાલિકા પ્લોટ વિસ્તારમાં મતવા ચોક પાસે તેમજ બેલા ગામ નજીક કારખાના પાસે બાવળની જાળીમાં જુગારની જુદી જુદી બે રેડ કરવામાં આવી હતી ત્યારે કુલ મળીને પાંચ વ્યક્તિઓ જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી 12,270 ની રોકડ કબજે કરી હતી અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જુગારના ગુના નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી શહેરના કાલિકા પ્લોટ વિસ્તારમાં મતવાચોકમાં ગેબનશા પીરની દરગાહ પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા અબ્દુલ ઈબ્રાહીમ કુરેશી (60) રહે. હુડકો ક્વાર્ટર હનુમાનજી મંદિર પાસે કાલિકા પ્લોટ મોરબી, કાસમ સલેમાન કુરેશી (62) રહે. કાલીકા પ્લોટ ગુબનશાપીરની દરગાહની સામે મીઠાના ડેલા પાસે મોરબી અને કાસમ નૂરમામદ કુરેશી (39) રહે. કાલીકા પ્લોટ મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હતા .

જેથી પોલીસે તેની પાસેથી 11,550 ની કિંમતની રોકડ કબજે કરી હતી અને મોરબી એ ડિવિઝનમાં ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે આવી જ રીતે મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં કારખાના નજીક બાવળની કાંટમાં જાહેરમાં જુગાર રમતા હતા ત્યાં પોલીસે જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા શ્રેયાંશ મુરતભાઈ રાજપુત (19) અને રામનિવાસ રમેશભાઈ યોગી (39) રહે. બંને બેલા ગામની સીમ ટાવર પાસે ઝૂંપડામાં મોરબી વાળા મળી આવતા પોલીસે તેની પાસેથી 720 ની રોકડ કબજે કરી હતી અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

Leave a comment

Your email address will not be published. Required fields are marked *