Morbi,તા.12
કાર અને દેશી દારૂ સહીત ૪ લાખના મુદામાલ સાથે એકની ધરપકડ
પાડધરા ગામ પાસે આવેલ મહાનદીના પુલ ઉપરથી પોલીસે ઇકો કાર રોકી તલાશી લેતા ૫૦૦ લીટર દેશી દારૂનો જથ્થો મળી આવતા દેશી દારૂ અને ઇકો કાર સહીત ૪ લાખના મુદામાલ સાથે એક આરોપીને ઝડપી લીધો છે
વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમીને આધારે પાડધરા ગામ પાસે આવેલ મહાનદીના પુલ પરથી નંબર પ્લેટ વગરની ઇકો કારને રોકી તલાશી લીધી હતી જે કારમાંથી ૫૦૦ લીટર દેશી દારૂ મળી આવ્યો હતો જેથી પોલીસે દેશી દારૂ કીમત રૂ ૧ લાખા અને ઇકો કાર કીમત રૂ ૩ લાખ સહીત કુલ રૂ ૪ લાખના મુદામાલ સાથે આરોપી અજય ભગવાનભાઈ મકવાણા રહે નાળીયેરી તા. ચોટીલા વાળાને ઝડપી લીધોચે જયારે અન્ય આરોપીઓ ચાંપરાજ કાઠી દરબાર રહે જાનીવડલા તા. ચોટીલા અને મયુર ઉર્ફે નાગરાજ હરેશભાઈ અસવાર રહે ઢુવા તા. વાંકાનેર એમ બે આરોપીના નામો ખુલતા પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે