Morbi તા.૧૩
વાઘરવા નજીકથી બાઈક લઈને ૩૫ વર્ષના યુવાન જતા હોય ત્યારે ક્રેટા કારના ચાલકે અકસ્માત સર્જ્યો હતો જે અકસ્માતમાં બાઈક ચાલક યુવાનને ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું
માળિયાના કુંતાસી ગામના રહેવાસી સુરેશ લખમણભાઈ ભંગેરીયાએ કાર જીજે ૧૮ ઈએ ૪૭૧૧ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ગત તા. ૧૨ ના રોજ ફરિયાદીના મોટા ભાઈ નરેશ લખમણ ભંગેરીયા (ઉ.વ.૩૫) નામના યુવાન પોતાનું બાઈક જીજે ૧૩ એમએમ ૭૧૮૨ લઈને માળિયા હળવદ હાઈવે પરથી જતા હોય ત્યારે આરોપી ક્રેટા કારના ચાલકે કાર પુરઝડપે ચલાવી ફરિયાદીના મોટાભાઈને ઠોકર મારી હતી જે અકસ્માતમાં નરેશભાઈને ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું માળિયા પોલીસે આરોપી કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે