Morbi,તા.16
મોરબીમાં વ્યાજ વટાવના ગુનામાં અવારનવાર પકડાયેલ ઇસમ વિરુદ્ધ પાસા વોરંટ ઈશ્યુ થતા સીટી એ ડીવીઝન પોલીસે ઇસમની અટકાયત કરી સુરત જેલહવાલે કર્યો છે
મોરબી શહેરમાં ગેરકાયદે વ્યાજ વટાવના ધંધા કરી ગુના આચરતા પકડાયેલ અસામાજિક તત્વોની પ્રવૃતિને ડામવા મળેલી સુચના અન્વયે સીટી એ ડીવીઝન પોલીસે અસામાજિક ઇસમ પારસ ઉર્ફે ભોલો મુકેશ જારીયા (ઉ.વ.૨૬) રહે રવાપર ઘુનડા રોડ રવાપર રેસીડેન્સી વાળા વિરુદ્ધ પાસા પ્રપોઝલ તૈયાર કરી ડીસ્ટ્રીકટ મેજીસ્ટ્રેટ અને કલેકટરને મોકલતા પાસા પ્રપોઝલ મંજુર કરી પાસા વોરંટ ઈશ્યુ કર્યું હતું જેથી પોલીસે અસામાજિક ઇસમ પારસ જારીયાની અટકાયત કરી લાજપોર જેલ સુરત મોકલવામાં આવ્યો છે