Morbi,તા.02
દારૂના ધંધાર્થીઓ પોલીસથી બચવા નીતનવા કીમિયા અજમાવતા રહે છે જેમાં જુના ઘૂટું રોડ પર રેતીના ઢગલામાં દારૂનો જથ્થો છુપાવી રાખ્યો હતો જ્યાં રેડ કરી પોલીસે દારૂની ૨૬ બોટલ જપ્ત કરી આરોપીઓની શોધખોળ ચલાવી છે
મોરબી સીટી બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન જુના ઘૂટું રોડ પર સિલ્વર પાર્ક સોસાયટીમાં રહેતા આરોપી રવિ વિંજવાડીયાના મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી જ્યાં આરોપીના મકાનમાં રેતીના ઢગલામાં છુપાવી રાખેલ દારૂની બોટલ નંગ ૨૬ કીમત રૂ ૨૫,૮૮૯ નો જથ્થો કબજે લીધો છે રેડ દરમીયાન આરોપી રવિ રમેશભાઈ વિંજવાડિયા અને દેવેન્દ્ર ઉર્ફે બબો મનુભા રાણા મળી આવ્યા ના હોવાથી આરોપીઓને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે