Morbi તા 13
મોરબીના કાલિકા પ્લોટ શેરી નં-3 માં રહેતા પ્રદિપસિંહ ચંદુભા રાઠોડ (27) નામના યુવાને પોતે પોતાના ઘરની અંદર રૂમમાં પંખા સાથે સાડી બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની મૃતકના પરિવરજન નરેન્દ્રસિંહ ધીરુભા રાઠોડ (39) રહે. બગથળા મોરબી વાળાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને પ્રાથમિક તપાસમાં મૃતકે આર્થિક સંકળામણના કારણે અંતિમ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે જે અંગેની પોલીસ નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે
પતિએ માર માર્યો
મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા આરતીબેન અજયભાઈ હમીરપરા (19) નામની મહિલાને તેના પતિએ માર માર્યો હતો જેથી કરીને ગળા અને હાથના ભાગે ઇજા થયેલ હોવાથી મહિલાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
યુવાન સારવારમાં
મોરબી નજીકના સનાળા ગામ પાસે નવી બની રહેલ મેડિકલ કોલેજ પાસે ઝૂંપડામાં રહેતા અજયભાઈ નાથાભાઈ વાઘેલા (35) નામનો યુવાન મેડિકલ કોલેજ પાસેથી રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે અજાણી કારના ચાલકે તેને હડફેટે લેતા અકસ્માત થયો હતો અને અકસ્માતના બનાવમાં તેને ઈજા થયેલ હતી જેથી કરીને યુવાનને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં લઈને આવ્યા હતા અને તેણે સારવાર આપીને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે