Morbi તા 13
મોરબીના રવાપર ઘૂનડા રોડ ઉપર આવેલ ઉમા બંગલો સામે રોડ પરથી પસાર થઈ રહેલા બે શખ્સને પોલીસ દ્વારા તેને ચેક કરવામાં આવ્યા હતા ત્યારે તે બંને પાસેથી દારૂની આઠ બોટલો મળી આવી હતી જેથી પોલીસને 5,600 ની કિંમતના દારૂના જથ્થા સાથે દેવરાજ બાબુભાઈ છુસિયા (25) રહે. લીલાપર રોડ ખડીયાવાસ અને જયદીપ પ્રભુભાઈ દલસાણીયા (32) રહે. વિવેકાનંદ નગર રવાપર રોડ મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક પૂછપરછમાં અરવિંદ બાટી રહે. વજેપર મોરબી વાળાનું નામ સામે આવ્યું હોય પોલીસે આ ત્રણેયની સામે એ ડિવિઝન ખાતે ગુનો નોંધીને બાકી રહેલા આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
અડધી બોટલ દારૂ
વાંકાનેરના નવાપરા પંચાસર રોડ ઉપર આવેલ નાકા પાસેથી પસાર થઈ રહેલા એકટીવા ચાલક પાસેથી દારૂની અડધી બોટલ મળી આવતા પોલીસે 200 ની કિંમતની દારૂની બોટલ સહિતના મુદ્દામાલને કબજે કર્યો હતો અને આરોપી અબ્બાસ ઉર્ફે આમદ આદમભાઈ કટીયા (28) રહે. નવાપરા પંચાસર રોડ ધરપકડ કરી હતી.