Morbi,તા.12
જસમતગઢ ગામની સીમમાં પાવડીયારી કેનાલ પાસેથી અજાણ્યો ઇસમ ટ્રેક્ટર ચોરી કરી જતા બનાવ મામલે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે
મોરબી તાલુકાના જસમતગઢ ગામના રહેવાસી રણછોડભાઈ ભાણાભાઈ પાંચિયા (ઉ.વ.૪૨) નામના ખેડૂતે પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૦૮-૧૧ ના સાંજના ચારેક વાગ્યાથી તા. ૦૯-૧૧ ના સવારના નવેક વાગ્યા દરમિયાન ફરિયાદીનું ટ્રેક્ટર જીજે ૩૬ એએફ ૯૯૧૩ કીમત રૂ ૫ લાખ વાળું જસમતગઢ ગામની સીમમાં પાવડીયારી કેનાલ પાસે મેલડી હોટેલ કમ્પાઉન્ડમાં રાખ્યું હતું જે ટ્રેક્ટર અજાણ્યો ઇસમ ચોરી કરી ગયો છે મોરબી તાલુકા પોલીસે ચોરીની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે