Morbi તા.૧૬
શહેરના વાવડી રોડ પર પ્રભુનગરમાં રહેતા ૪૯ વર્ષીય આધેડ પોતાના ઘરના બાથરૂમમાં ન્હાવા ગયા હતા ત્યારે હૃદય રોગનો હુમલો આવતા મોત થયું હતું
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના વાવડી રોડ પર પ્રભુનગરના રહેવાસી ભગવાનભાઈ નાનજીભાઈ સોનગરા (ઉ.વ.૪૯) નામના આધેડ ગત તા. ૧૫ ના રોજ પોતાના ઘરે બાથરૂમમાં ન્હાવા ગયા હતા ત્યારે હૃદય રોગનો હુમલો આવતા સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં ફરજ પરના ડોકટરે જોઈ તપાસીને મરણ ગયેલ જાહેર કર્યા હતા મોરબી સીટી એ ડીવીઝન પોલીસ બનાવ મામલે તપાસ ચલાવી છે