Morbi,તા.16
રવાપર રોડ પર પોતાના ઘરે સીડી પરથી પડી જતા મુંઢ ઈજા પહોંચતા ૪૦ વર્ષીય આધેડનું સારવાર દરમિયાન મોત થયું છે
મોરબીના રવાપર રોડ રામાપીર મંદિર પાસે રહેતા કૈલાશભાઈ જેઠાભાઈ જાદવ (ઉ.વ.૪૦) વાળા ગત તા. ૦૭ ના રોજ પોતાના ઘરે કોઈ કારણોસર સીડી પરથી પડી જતા પેટના અંદરના ભાગે મુંઢ ઈજા પહોંચી હતી જેથી સારવાર માટે મોરબી બાદ રાજકોટ ખસેડાયા હતા જ્યાં સારવાર દરમિયાન મોત થયું હતું મોરબી સીટી એ ડીવીઝન પોલીસે બનાવની નોંધ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે