Morbi ના મહેન્દ્રપરામાંથી દારૂની ૧૨ બોટલ સાથે એક ઝડપાયો, બે નામો ખુલ્યા

Share:

Morbi,તા.12

શહેરના મહેન્દ્રપરા વિસ્તારમાંથી પોલીસે એક ઈસમને ઝડપી લઈને દારૂની ૧૨ બોટલ જપ્ત કરી છે તો અન્ય બે આરોપીના નામો ખુલતા વધુ તપાસ ચલાવી છે

                સીટી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મોરબીના મહેન્દ્રપરા શેરી નં ૨ના નાકા પાસેથી આરોપી ચિરાગ જગદીશ ગાંધીને ઝડપી લઈને દારૂની ૧૨ બોટલ કીમત રૂ ૩૬૦૦ નો મુદામાલ કબજે લીધો છે અન્ય આરોપી કિશન પ્રવીણ લવા રહે જેપુર તા. મોરબી અને અવિનાશ કોળી રહે મોરબી માધાપર એમ બે આરોપીના નામો ખુલતા બંને વિરુદ્ધ ગુનો નોંધી તપાસ ચલાવી છે  

મોરબીના સોખડા ગામે ખેતરમાંથી દારૂના જથ્થા સાથે બે ઝડપાયા

                સોખડા ગામની સીમમાં આવેલ ખેતરમાં રેડ કરી એલસીબી ટીમે દારૂની ૨૪ બોટલના જથ્થા સાથે બે ઇસમોને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

                મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન સોખડા ગામની સીમમાં ખેતરમાં દારૂની બોટલો દાટી રાખી વેચાણ કરતા હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી જ્યાં ખેતરમાંથી દારૂની બોટલ નંગ ૨૪ કીમત રૂ ૧૩,૪૬૪ નો મુદામાલ કબજે લઈને આરોપી સંજય મનસુખ થરેસા અને ગણેશ ઉર્ફે સતીષ મનસુખ થરેસા રહે બંને સોખડા તા. મોરબી વાળાને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *