Morbi,તા.18
ભરતનગર ગામ નજીકથી યુવાન બાઈક લઈને જતો હોય અને રોડ ક્રોસ કરતી વેળાએ કાઆર ચાલકે બાઈકને ઠોકર મારી હતી જે અકસ્માતમાં બાઈક સહીત યુવાન પડી જતા ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું
મોરબી તાલુકાના શક્તિનગર (રવાપર નદી) ગામના રહેવાસી યોગેશભાઈ રમેશભાઈ ઘાટેલીયા (ઉ.વ.૨૮) વાળાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે મહિન્દ્ર કંપનીની ડઞટ કારના ચાલકે કાર પુરઝડપે ચલાવી મહેશભાઈ બચુભાઈ ઘાટેલીયા (ઉ.વ.૨૬અ) રહે શક્તિનગર વાળાના બાઈક લઈને જતા હોય ત્યારે ભરતનગર ગામની સીમમાં રોડ ક્રોસ કરતી વેળાએ બાઈકને હડફેટે લીધું હતું જે અકસ્માતમાં મહેશભાઈ બાઈક સહીત રોડ પર પડી જતા ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે