Morbi ના પંચાસર રોડ પરથી ખનીજ ચોરી ઝડપાઈ, વાહનો જપ્ત કરી પોલીસને સોપ્યા

Share:

Morbi,તા.12

મોરબી જીલ્લામાં બેરોકટોક ખનીજ ચોરી થતી વચ્ચે ખાણ ખનીજ વિભાગની ટીમ રેડ કરી ખનીજ ચોરો સામે કાર્યવાહી કરતી હોય છે જેમાં પંચાસર રોડ પરથી ગેરકાયદે ખનીજ ખનન ઝડપી લઈને ત્રણ ડમ્પર જપ્ત કરી મુદામાલ પોલીસને સોપવામાં આવ્યો હતો

                ભૂસ્તરશાસ્ત્રી મોરબીની ટીમ દ્વારા આકસ્મિક તપાસ કરી મયુર દેરી સામે પંચાસર રોડ પર ચેકિંગ કરતા માટીનું ગેરકાયદે ખનન પકડી પાડવામાં આવ્યું હતું જ્યાં સ્થળ પરથી સાદી માટી ખનીજના ગેરકાયદે ખોદકામ માટે એક હુન્ડાઈ એક્સકેવેટર મશીન મળી આવ્યું હતું જેના માલિક અને ખોદકામ કરાવનાર ધવલભાઈ વલ્લભભાઈ કાનાણી રહે પંચાસર તા. મોરબી વાળાનું હોવાનું ખુલ્યું હતું ખનીજ વિભાગની ટીમે સ્થળ પરથી સાદી માટી ખનીજ ભરવા હેતુથી આવેલ ત્રણ ડમ્પર GJ-36-V-1816, GJ-36-V-1319 અને GJ-36-X-7216 ઝડપી લઈને સીઝ કર્યા હતા જે તમામ મુદામાલ તાલુકા પોલીસ સ્ટેશનને સોપી ખાણ ખનીજ વિભાગની ટીમે આગળની કાર્યવાહી હાથ ધરી છે 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *