Morbi,તા.20
ત્રાજપર ખારીમાં આવેલી સરકારી શાળા પાસે જાહેરમાં જુગાર રમતા ચાર ઇસમોને ઝડપી લઈને પોલીસે રોકડ રૂ ૧૨,૫૦૦ જપ્ત કરી છે
મોરબી સીટી બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમીને આધારે ત્રાજપર ખારી સ્કૂલ સામે ગ્રાઉન્ડમાં રેડ કરી હતી જ્યાં જાહેરમાં જુગાર રમતા સુનીલભાઈ દેવશીભાઈ સુરેલા, કરણભાઈ નથુભાઈ સાલાણી, સુનીલ ગોરધનભાઈ સુરેલા અને અજય નથુભાઈ સાલાણી એમ ચારને ઝડપી લઈને રોકડ રૂ ૧૨,૫૦૦ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે