Morbi ના ખાટકીવાસમાં નજીવી બાબતે મારામારી બાદ સામસામી ફરિયાદ

Share:

Morbi તા.૧૩

                શહેરના ખાટકીવાસ વિસ્તારમાં મહિલા ઘર પાસે બેસેલ કુતરાને ભગાડતા હતા ત્યારે એક ઇસમ પસાર થતા તે બાબતનો ખાર રાખી મારામારી કરી હતી તો બાદમાં બે ઇસમોએ મળીને યુવાનને માર માર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે પોલીસે સામસામી ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

                મોરબીના ખાટકીવાસમાં રહેતા આઈશાબેન હુશેનભાઈ કટારીયા (ઉ.વ.૫૯) વાળાએ આરોપી શબીર અબ્બાસ ખાટકી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે આઈશાબેન ઘર પાસે બેસેલ કુતરાને હુડહુડ કરી ભગાડતા હતા ત્યારે શબીર ત્યાંથી નીકળ્યો અને મહિલાએ તેને હુડહુડ કર્યું છે તે વાતનો ખાર રાખી ગાળો આપી ઝપાઝપી કરી હતી

                જયારે સામાપક્ષે શબીર અબ્બાસ તરકબાણ ખાટકી (ઉ.વ.૨૮) વાળાએ આરોપી હુશેન કાસમ કટારીયા અને સહેનાજ જુમા ચૌહાણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે સબીર અને તેની પત્ની સંતાન સાથે ઘર તરફ જતા હોય ત્યારે આરોપીઓ ત્યાંથી નીકળ્યા અને સામે મળતા ઉભા રાખીને તું કાલે શું બોલતો હતો કહીને યુવાનને અને તેના પત્નીને ગાળો આપી શબીર અને તેની દીકરીને માર મારી ઈજા કરી હતી મોરબી એ ડીવીઝન પોલીસે બંને પક્ષની ફરિયાદને આધારે વધુ તપાસ ચલાવી છે

Leave a comment

Your email address will not be published. Required fields are marked *