Morbi,તા.16
વિશીપરા કુલીનગર ૧ માં રહેતી ૨૧ વર્ષીય મુસ્લિમ પરિણીતાએ કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા બનાવ મામલે પોલીસે વધુ તપાસ ચલાવી છે
પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના કુલીનગર ૧ વિસ્તારના રહેવાસી શાનીયાબેન અલ્લાઉદીન શાહમદાર (ઉ.વ.૨૧) નામની પરિણીતાએ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો બનાવની જાણ થતા સીટી બી ડીવીઝન પોલીસ ટીમે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે મૃતકનો લગ્નગાળો ૦૨ વર્ષનો હોવાનું અને સંતાનમાં એક દીકરો હોવાનું જાણવા મળ્યું છે બી ડીવીઝન પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી કારણ જાણવા વધુ તપાસ ચલાવી છે