Morbi તા.૧૩
કાલિકા પ્લોટમાં રહેતા ૨૭ વર્ષીય યુવાને આર્થિક સંકડામણને કારણે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો જે બનાવ મામલે પોલીસે તપાસ ચલાવી છે
મોરબીના કાલિકા પ્લોટ શેરી નં ૩ માં રહેતા પ્રદીપસિંહ ચંદુભા રાઠોડ (ઉ.વ.૨૭) નામના યુવાને ગત તા. ૧૨ ના રોજ પોતાના ઘરે ઉપરના માળે રૂમમાં પંખા સાથે સાડી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો બનાવને પગલે પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો યુવાને આર્થિક સંકડામણને કારણે અંતિમ પગલું ભરી લીધાનું પોલીસ પાસેથી જાણવા મળ્યું છે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે બનાવ મામલે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે