Morbi દ્વારકાને ભગાડવાની તકરારમા માથાકુટ: મહિલા સહિત બેને ઈજા

Share:

Morbi તા 13
મોરબી શહેરના ખાટીવાસ વિસ્તાર પાસે શેરીમાં બેઠેલા કૂતરાને હટાવવા માટે થઈને મહિલાએ હુડહુડ કરતા ત્યાંથી પસાર થયેલા યુવાને તેને હુડહૂડ કરે છે તેવું લાગ્યું હતું જેથી તે મહિલાની સાથે તેણે બોલાચાલી અને માથાકૂટ થઈ હતી અને ત્યારબાદ બંને પક્ષેથી જપાજપી કરીને ગાળો આપવામાં આવી હતી જે બાબતે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સામસામે ફરિયાદ નોંધાતા પોલીસે ગુના નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં આવેલ ખાટકી વાડા કુબેરનાથ શેરીમાં રહેતા આઈસાબેન હુસેનભાઇ કટારીયા (59)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે શબીર અબ્બાસભાઈ ખાટકી રહે. ખાટકી વાડો મોરબી વાળા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે તેઓ પોતાના ઘર પાસે બેઠા હતા અને કૂતરાને ભગાવવા માટે હૂડહૂડ કરતા હતા ત્યારે ત્યાંથી સબીર ખાટકી નીકળેલો હતો .

જેથી તેને એમ હતું કે તેણે હૂડહૂડ કહે છે જેથી તે બાબતનો ખાર રાખીને ફરિયાદી વૃદ્ધાને ગાળો આપીને તેની સાથે ઝપાઝપી કરી હતી જેથી કરીને ભોગ બનેલ મહિલાએ સારવાર લીધા બાદ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે જ્યારે સામાપક્ષેથી આ બનાવમાં શબીરભાઈ અબ્બાસભાઈ તરકાબણ (28)એ હુસેનભાઈ કાસમભાઈ કટારીયા, આયશુ હુસેનભાઇ કટારીયા અને શેહનાજ જુમાભાઈ ચૌહાણ રહે. બધા ખાટકીવાસ મોરબી વાળા સામે ફરિયાદ નોંધાવી છે .

જેમાં તેણે જણાવ્યું છે કે તે પોતાના પત્ની અને સંતાન સાથે પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે આરોપીઓ સામે આવ્યા હતા અને ફરિયાદીને ઉભો રાખીને કહ્યું હતું કે તું કાલે શું બોલતો હતો તેમ કહીને ફરિયાદી સાથે બોલાચાલી કરી હતી અને ત્યારબાદ ફરિયાદી તેના પત્નીને ગાળો આપી હતી અને હુસેનભાઇ કટારીયાએ ફરિયાદી તથા ફરિયાદીના દીકરાને ઢીકાપાટુનો માર મારીને ઇજાઓ કરી હતી જેથી ઇજા પામેલને સારવાર માટે લઈ ગયા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

Leave a comment

Your email address will not be published. Required fields are marked *