Morbi,તા.16
છતીસગઢ રાજ્યના મુંગેરી જીલ્લામાંથી ગુમ થયેલ વૃદ્ધાને મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં આવેલ કારખાનામાંથી શોધી કાઢી તાલુકા પોલીસની સી ટીમે પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું હતું
મોરબી તાલુકા પોલીસ મથકના પીઆઈ એન આર મકવાણાના માર્ગદર્શન હેઠળ અશ્વિનભાઈ ઝાંપડીયા, વિજયભાઈ ગોલતર, ખમાબેન બગોદરીયા સી ટીમ અંગેની કામગીરીમાં રોકાયેલ હતા ત્યારે મોરબી તાલુકા પોલીસ મથક ખાતે ગણેશભાઈ રામકુમાર યાદવ રહે છત્તીસગઢ વાળાએ આવીને જાણ કરી હતી કે તેના માતા મીનાબેન યાદવ (ઉ.વ.૫૫) વાળા અસ્થિર મગજના છે જેઓ ગત તા. ૨૩-૧૦ ના રોજ ટ્રેનમાં બેસી જતા રહ્યા છે હાલ તે મોરબી જીલ્લામાં હોવાની માહિતી મળતા તાલુકા પોલીસની શી ટીમે તપાસ કરી હતી જેમાં રંગપર ગામની સમીમાં સ્ટેનફોર્ડ સિરામિક કારખાનામાંથી વૃદ્ધા મળી આવતા પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું હતું