Morbi, તા.18
મોરબીના રંગપર ગામ નજીક વિરાટનગર પાસે આવેલા કારખાનામાં લેબર કોલોનીમાં પહેલા માળેથી નીચે ફટકાતા ઈજા પામેલા યુવાનનું મોત નીપજયું હતું જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીના રંગપર ગામ પાસે આવેલ વિરાટનગરમાં સીમાન્તો સિરામિક નામના કારખાનામાં લેબર કવાર્ટરમાં રહેતો અને મજૂરી કામ કરતો મેહુલ છનાભાઈ પગી (30) નામનો યુવાન લેબર કોલોનીમાં પહેલા માળ ઉપર હતો ત્યાથી નીચે પટકાતા તેને ગંભીર ઇજા થતાં આ યુવાનોનું મોત નીપજયું હતું. આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા વધુ તપાસ વિજયભાઈ ડાંગર ચલાવી રહ્યા છે.
યુવાન સારવારમાં
મોરબીમાં આવેલ શ્રીમદ સોસાયટી પાસે હનુમાનજી મંદિર નજીકથી આશિક અબ્દુલભાઈ પલેજા (30) નામનો યુવાન રિક્ષામાં જતો હતો ત્યારે કાર નંબર જીજે 36 સી 0205 તેને હડફેટે લેતા સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા.