Morbiતા.18
મોરબીના યુવાને કરેલી પોલીસ ફરિયાદનો ખાર રાખી આરોપીએ યુવાનને ફોન કર ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે પોલીસે બનાવ મામલે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
મોરબીની ગોકુળમથુરા સોસાયટીમાં રહેતા દેવકુમાર ચેતનભાઈ સોરીયાએ આરોપી વિશાલ ઉર્ફે વિશલો વેલાભાઇ રબારી રહે શનાળા ગામ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદી ગત તા. 12 ના રોજ પોતાની કાર લઈને ઓનેસ્ટ હોટેલ જવા રાત્રીના નીકળ્યો હતો અને શનાળા ગામે સીએનજી પંપ પહોંચ્યો હતો ત્યારે મોબાઈલમાં ફોન ઉપાડ્યો હતો ત્યારે સામેની વ્યક્તિએ વિશલો બોલું છું વિશાલ રબારી કહીને ફોનમાં ગાળો બોલી તે અગાઉ પોલીસ ફરિયાદ કરી હતી તેમાં પોલીસે પકડ્યો હતો પરંતુ જામીન પર છૂટી ગયો છો હવે તારે ફરિયાદનું શું કરવાનું છે કહેતા યુવાને કાયદેસર કાર્યવાહી કરી છે કહ્યું હતું જેથી ગાળો આપી ફરિયાદ પાછી ખેંચી લેજે નહીતર તને પૂરો કરી દેવો પડશે કહીને ધમકી આપી હતી
જેથી બીક લાગતા ફોન કાપી નાખ્યો હતો અને બાદમાં પણ આરોપીએ મોબાઈલ પર સતત ફોન કર્યા હતા પરંતુ યુવાન ઉપાડતો ના હતો અને પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે આમ અગાઉ કરેલ ફરિયાદનો ખાર રાખી મોબાઈલમાં ફોન કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે