Morbi માળીયા (મી)ના ચાંચાવદરડા પાસે જીવલેણ અકસ્માત સર્જનારા કાર ચાલક સામે ગુનો

Share:

Morbi, તા.2
માળિયા (મી)ના ચાચાવદરડા ગામ નજીક રીક્ષા અને કાર વચ્ચે અકસ્માતમાં એક મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું. જે બનાવ સંદર્ભે રિક્ષા ચાલકે કાર ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે.

માળિયા (મી)ના ચાંચાવદરડા ગામેથી માળીયા બાજુ જવાના રસ્તે આવેલ સોહમ કોલ નજીક રોડ ઉપર રીક્ષા અને કાર અથડાતા સર્જાયેલ અકસ્માત બનાવમાં ઘટના સ્થળે ભાવનાબેન સંજયભાઈ વિરડા (42) રહે. સોનગઢ તાલુકો માળીયા મિયાણા વાળાનું મોત નીપજયું હતું. આ બનાવમાં ધર્મિષ્ઠાબેન યોગેશભાઈ સનારીયા (38), જાનબાઇ સિકંદર ભટ્ટી (26), સાના ઈકબાલભાઈ કટિયા (4), નસીમબેન ઈકબાલભાઈ કટિયા (34) અને ઇરફાન ગફુરભાઈ માલાણી (20) રહે. બધા માળીયા મિયાણા વાળાઓને ઇજા થયેલ હતો જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા.

હાલમાં માળીયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ઇરફાનભાઇ ગફુરભાઇ માલાણી (21)એ કાર નં. જીજે 10 ડીએન 0527 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે તેની રિક્ષા નંબર જીજે 1 ટીએફ 2928 ને કાર ચાલકે હડફેટે લીધી હતી અને કાર ચાલક અકસ્માત સર્જીને પોતાની કારને મૂકીને નાશી ગયો હતો. હાલમાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *