બે ટ્રાફિક જવાનોને ઈજા પહોંચી, આઈસર ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ
Morbi,તા.01
મોરબી નજીક રોંગ સાઈડમાં આઈસર ટ્રક આવતો હોવાથી ટ્રાફિક પોલીસે ઉભું રાખવા ઈશારો કર્યો હતો પરંતુ ટ્રક ચાલકે ઉભો ના રાખી ટ્રાફિક પોલીસ નજીકથી કાવો મારી આઈસર ભગાડતા પોલીસે પીછો કર્યો હતો ત્યારે જાનથી મારી નાખવાના ઈરાદે પોલીસના બાઈકને ટક્કર મારી પછાડી દઈને બે ટ્રાફિક પોલીસકર્મીને ઈજા પહોંચાડી આઈસર ટ્રક મૂકી ચાલક નાસી ગયો હતો
મોરબી ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા કીસોરભાઈ મનજીભાઈ સોલગામાએ આઈસર ટ્રક જીજે 01 સીઝેડ ૯૩૨૪ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદી કિશોરભાઈ, ભાવેશભાઈ લાખાભાઈ નાટડા અને ટી આર બી જવાન મેહુલ ભોજાભાઈ સીતાપરા મોરબી -૦૨ સીટી વિસ્તારમાં ટ્રાફિક નિયમન કામગીરી માટે પેટ્રોલિંગમાં હોય દરમિયાન સાડા અગિયાર પોણા બારેક વાગ્યે બાઈક પર મોરબી સામાકાંઠાથી રવિરાજ ચોકડી તરફ જતા હૌવે પર સનુરા સિરામિક સામે ચામુંડા હોટેલ પાસે ટ્રાફિક કામગીરી કરતા હતા ત્યારે મહેન્દ્રનગર ચોકડી તરફથી એક આઈસર ટ્રક રોંગ સાઈડમાં આવતા તેને ઉભું રાખવા ઈશારો કર્યો હતો અને ટ્રક ચાલક થોડું ધીમું પાડ્યો હતો અને જ્યાં ઉભા હતા ત્યાં એકદમ કાવો મારી પોતાનો ટ્રક લઈને ભગાડતા ટ્રાફિક જવાનો માંડ માંડ બચી ગયા હતા
જેથી ફરિયાદી કિશોરભાઈ અને મેહુલભાઈ આઈસર ટ્રકનો બાઈકથી પીછો કર્યો હતો ટ્રક ચાલકે આગળ જઈને યુ ટર્ન મારી સામે ફૂલ સ્પીડમાં આવી મારી નાખવાના ઈરાદે આઈસરથી બાઈકને ટક્કર મારી હતી જેથી બાઈક સવાર બંને ટ્રાફિક પોલીસ જવાનો પડી જતા ઈજા પહોંચી હતી બાઈકને ટક્કર મારી આઈસર ટ્રક મૂકી ચાલક નાસી ગયો હતો મોરબી સીટી બી ડીવીઝન પોલીસે આરોપી આઈસર ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે