Morbi,તા.01
અયોધ્યાપુરી રોડના ખૂણા પાસે ૬૫ વર્ષીય વૃદ્ધ ઉભા હતા ત્યારે ઈનોવા કારના ચાલકે વણાંક લેતી વેળાએ વૃદ્ધના પગ પર કારનું ટાયર ફેરવી દેતા ઈજા પહોંચી હતી
મોરબીના વિસીપરામાં રહેતા બસીરમિય આ અબ્દુલ રહેમાન કાદરી (ઉ.વ.૬૫) ઈનોવા કારના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે કાર ચાલકે અયોધ્યાપુરી મેઈન રોડથી જુના બસ સ્ટેન્ડ તરફ કારને વણાંક લેતી વેળાએ બસીરમિયા કાદરીના પગ પર કારનું ટાયર ચડાવી દઈને ઈજા પહોંચાડી હતી મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે