Morbi:પદ્મશ્રી દયાળ મુનિનું 89 વર્ષે નિધન, ચારેય વેદનો ગુજરાતી ભાષામાં કર્યો હતો અનુવાદ

Share:

Morbi,તા,14

ગુજરાતી સાહિત્ય જગત માટે આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. દયાળજી માવજીભાઇ પરમારનું 89 વર્ષે આજે ગુરૂવારે નિધન થયું છે. તેઓ મોરબીના ટંકારા ખાતે રહેતા હતા. તેમણે ચારેય વેદનું ગુજરાતી ભાષામાં અનુવાદ કર્યું હતું. આ ઉપરાંત તેમણે આયુર્વેદ ક્ષેત્ર પણ મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. તેમને પદ્મશ્રી પુરસ્કારની સન્માનિત કરવામાં આવ્યા હતા. આજે સાંજે 4 વાગે તેમની અંતિમયાત્રા કાઢવામાં આવશે. 

પ્રાપ્ત માહિતી અનુસાર આજે વહેલી સવારે દયાળ મુનિની તબિયત લથડતાં તેમને રાજકોટની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ દરમિયાન તેમણે 89 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા હતા. છેલ્લા કેટલાક સમયથી તેમની તબિયત નાજૂક હતી. તેમના નિધનના સમાચારથી સમગ્ર ગુજરાતી સાહિત્ય જગતને આઘાત પહોંચ્યો છે. આજે સાંજે ચાર વાગે તેમની અંતિમ યાત્રા કાઢવામાં આવશે. 

દયાળ મુનિ તરીકે જાણીતા દયાળજી માવજીભાઈ પરમારનો જન્મ 28 ડિસેમ્બર 1934ના રોજ મોરબીના ટંકારામાં તહ્યો હતો. તેઓ એક સંસ્કૃત શિક્ષક, લેખક ઉપરાંત સમાજ સુધાર અને શ્રેષ્ઠ વૈદ્ય હતા. દયાળ મુનિને પદ્મશ્રી પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા. દયાળ મુનિએ ચારેય વેદના મંત્રોનું સંસ્કૃતમાંથી ગુજરાતી ભાષામાં અનુવાદ કરીને આઠ પુસ્તકો સમર્પિત કર્યા હતા. તેમણે અનેક પુરસ્કારો મળી ચૂક્યા છે. 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *