Morbi, તા.18
મોરબીના નાની વાવડી ગામે રહેતા સુનિલભાઈ ડાયાભાઈ વાઘેલા (44) અને મંજુબેન ગિરીશભાઈ વાઘેલા (40) નામના બે વ્યક્તિઓને અકસ્માતના બનાવમાં ઇજા થયેલ હતી જેથી તે બંનેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા. વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મોરબીની માળિયા ફાટક ચોકડી પાસે બાઇક અને છોટાહાથી વાહન વચ્ચે અકસ્માત થયો હતો જેમાં સુનિલભાઈ તથા મંજુબેનને ઇજાઓ થયા હોવાથી તે બંનેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા.
યુવાન સારવારમાં
વિજયનગર શેરી નં-1 માં રહેતા ધર્મેન્દ્રભાઈ મોહનભાઈ ખંડોલા નામનો યુવાન મોરબીના લાયન્સનગર તરફ જતો હતો ત્યારે કુબેર ફાટક નજીક સાયકલ સ્લીપ થવાના કારણે યુવાનને ઇજા થતા તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા.
દવા પી જતાં સારવારમાં
મહેન્દ્રનગર ગામ પાસે આવેલ રામધન આશ્રમની સામેના ભાગમાં ધર્મેન્દ્ર હાઇટ્સમાં રહેતા દીપક રમેશચંદ્ર પંડ્યા (42) નામના યુવાને ઘરે ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે હોસ્પિટલે લાવ્યા હતા. પોલીસે બનવાની નોંધ કરી મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
બાઇક સ્લીપ
નવાગામ ખાતે રહેતો અમર ઓમપ્રકાશ ચૌધરી (29) ને બાઇક સ્લીપ થવાના કારણે સારવાર માટે હોસ્પિટલમાં લઇને આવ્યા હતા.
ફિનાઇલ પી લેતા
રફાળેશ્વર ગામે રહેતા હિતેશ મનુભાઈ સાદુ (33) એ કોઈ કારણોસર ફીનાઈલ પી લીધું હતું જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા. પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.